////

કંગના રનૌતે રક્ષા પ્રધાન સાથે કરી મુલાકાત, ‘તેજસ’ ફિલ્મ માટે લીધા આશીર્વાદ

કંગના રનૌત તેની આગામી ફિલ્મ તેજસમાં જોવા મળશે. તેણે આ ફિલ્મને લઈને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. જે મામલે કંગનાએ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર પણ શેર કરી છે. તેમાં રક્ષાપ્રધાને કંગના સાથે ફિલ્મને લઈને વાતચીત કરતા જોઈ શકાય છે.

કંગના રનૌતે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પાસે શુભેચ્છા પણ માગી છે. કોરોના વાયરસ બાદ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરી એક્શનમાં જોવા મળી રહી છે. તે પોતાની ફિલ્મો પૂરી કરી રહી છે અને કેટલીક નવી ફિલ્મોની તૈયારી કરી રહી છે. થોડા સમય પહેલા કંગનાએ સોશિયલ મીડિયા પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાતની તસવીરો શેર કરી છે. તે ફિલ્મ તેજસ સાથે જોડાયેલી મંજૂરી માટે રાજનાથ સિંહને મળી હતી.

કંગનાએ તે પણ કહ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેણે રાજનાથ સિંહને ભેટમાં આપી છે અને આ ફિલ્મ માટે આશીર્વાદ પણ માંગ્યા છે. તેણે લખ્યું છે, ‘આજે ટીમ તેજસે માનનીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહની મુલાકાત કરી છે. તેમના આશીર્વાદ લીધા છે. અમે અમારી ફિલ્મ તેજસની કહાની પણ શેર કરી છે. ઈન્ડિયન એર ફોર્સમાંથી કેટલીક પરમિશન માગી છે. જય હિંદ.’ કંગના રનૌતને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. આ તકે કંગનાની બહેન રંગોલી પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે બધા લોકોએ માસ્ક પહેર્યા છે. થોડા સમય પહેલા કંગનાએ જાણકારી આપી હતી કે તે ફિલ્મ તેજસ માટે તૈયાર થઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે કંગના રનૌત બોલીવુડની ટોપ અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુકી છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. કંગનાએ હાલમાં ફિલ્મ થલૈવીનું શૂટિંગ પૂરુ કર્યું છે. આ ફિલ્મમાં તે જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.