///

ભારત બંધ : કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં, ખેડૂતોના ભારત બંધના વિરોધમાં કર્યું ટ્વિટ

બોલિવૂડની એકટ્રેસ કંગના રનૌત સોશ્યિલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેમના ટ્વિટ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા રહે છે. થોડા દિવસો પહેલાં ખેડૂત આંદોલનને લઈને તે ચર્ચામાં રહી અને આ આંદોલનનો વિરોધ કરી રહી છે. ખેડૂતોએ ભારત બંધ રાખ્યું છે તો કંગનાએ ભારત બંધની વિરોધમાં ટ્વિટ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ પોતાના ટ્વિટમાં સદગુરુનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં તેઓ પ્રોટેસ્ટને લઈને વાત કરતી જોવા મળી રહી છે.

કંગના રનૌતે ટ્વિટમાં એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે આઓ ભારતને બંધ કરી દઈએ, આ તો તૂફાનોની કમી નથી આ નાવને, મગર લાઓ કુલ્હાડી અને થોડા છેદ પણ કરી દઈએ. રહ રહ કે રોજ મરતી હૈ હર ઉમ્મીદ યહાં, દેશભક્તો સે કહો, અપને દેશ કા એક ટુકડા અબ તુમ ભી માંગ લો, આ જાઓ સડક પે ઔર તુમ ભી ઘરણાં દો, ચલો આજ યહ કિસ્સા હી ખતમ કરતે હૈ.

કંગનાનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. કંગનાના સપોટર્સ તેના સપોર્ટમાં છે અને કેટલાક તેની ટ્વિટની આલોચના કરી રહ્યા છે.

આ પહેલા પણ કંગના ખેડૂત આંદોલન પર કરાયેલા એક ટ્વિટને લઈને ચર્ચામાં રહી હતી. તેમાં કંગનાએ પ્રોટેસ્ટમાં આવેલી એક વૃદ્ધ મહિલાને 100 રૂપિયા દહાડીના આંદોલનકારી કહ્યું હતું. જે દિવસે શાહીનબાગની જેમ આ ધરણાંનું રહસ્ય ખૂલશે. ત્યારે એક શાનદાર સ્પીચ હું લખીશ અને તમારા લોકોનું મોઢું કાળું થશે. આ ટ્વિટ પણ ઘણી ચર્ચામાં રહી અને ત્યારબાદ તેઓએ ટ્વિટ ડિલિટ કરી હતી.

આ ટ્વિટને લઈને પંજાબી કલાકારોએ કંગના પર નિશાન સાધ્યું હતું. દિલજીત દોસાંઝ અને હિમાંશી ખુરાનાએ સોશ્યિલ મીડિયા પર કંગનાની આલોચના કરી હતી.

Leave a Reply

Your email address will not be published.