///

કંગના રનૌતે ટ્વીટ કરી કહ્યું, IPS ડી.રુપાને પોલીસ ફોર્સમાંથી સસપેન્ડ કરી દો

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેની એક્ટિંગ સિવાય પોતાના નિડર અંદાજ તેમજ નિવેદનો માટે જાણીતી છે. અભિનેત્રી કંગના કોઇની પણ ચિંતા કર્યા વગર નિડર થઇને પોતાની વાત મૂકે છે અને તેની સામે લડે છે. ત્યારે હાલમાં જ કંગના પોતાની એક ટ્વિટને લઇને ચર્ચામાં આવી છે. જેમાં તેણે કર્ણાટકની IPS ડી.રુપાને સસપેન્ડ કરવાની માગ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ફટાકડા પર લાગેલા પ્રતિબંધને કારણે ટ્વિટર પર ડી.રૂપા અને ટ્રુ ઇન્ડોલોજી વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ ટ્વિટરે ટ્રુ ઇન્ડોલોજી એકાઉન્ટને સસપેન્ડ કરી દીધું હતું. ત્યાર બાદ આઇપીએસ લોકોના નિશાના પર આવી ગઇ હતી અને તેમની લોકોએ ખુબ આલોચના કરી હતી. બાદમાં કંગનાએ પણ તેમને નિશાને લીધા હતા.

કંગનાએ લખ્યું કે, તેમને સસપેન્ડ કરી દેવા જોઇએ, પોલિસ ફોર્સ માટે આ શરમની વાત છે. સાથે જ તેણે શેમ ઓન યુ આઇપીએસ રુપા જેવા હૅશટેગ પણ યુઝ કર્યા હતા.

તો બીજી બાજુ આઈપીએસ રુપાએ ટ્રુ ઇન્ડોલોજીને લઇને પોતાની ટ્વિટમાં લખ્યું કે, આવા લોકો કાલ્પનિક ઉત્પીડન પર પીડિતની જેમ રડે છે અને કોઇ પણ નામ અને ચેહરાને અપશબ્દ કહે છે.

Leave a Reply

Your email address will not be published.