કપિલ દેવનો પણ મોટેરા સ્ટેડિયમમાં છે અનોખો રેકોર્ડ

હાલ દેશ અને દુનિયાની નજર મોટેરા સ્ટેડિયમ પર છે ત્યારે આ મોટેરા પીચ પર કપિલ દેવનો પણ અનોખો રેકોર્ડ છે કપિલ દેવે રિચર્ડ હેડલીનો રેકોર્ડ આ જ મોટેરા સ્ટેડિયમમાં તોડ્યો હતો.વાત છે 8 ફેબ્રુઆરી 1994ની ભારતનો મુકાબલો શ્રીલંકા સામે ચાલતો હતો. બરાબર 10 વાગ્યા અને 34 મિનિટનો સમય થયો અને ક્રીઝ પર શ્રીલંકન બેટ્સમેન તિલકરત્ન અને કપિલ દેવે તેની વિકેટ ઝડપી અને સર્જાય ગયો ઇતિહાસ. કપિલ દેવ તિલકરત્નેની વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા.

કપિલ દેવના બોલમાં હશન તિલકરત્ને શોર્ટ લેગમાં શોર્ટ મારવા ગયો અને સંજય માંજરેકરના હાથે કેચ આઉટ થયો. આ જ વિકેટ ઝડપી કપિલ દેવ હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા હતા. આ તેમની 432મી ટેસ્ટ વિકેટ હતી અને તેમણે ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. 432 ફુગ્ગા અને એક મિનિટના સ્ટેન્ડિંગ ઓવેશનનું કપિલને માન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.