////

કરણ જોહરની મુશ્કેલી વધી, NCB એ મોકલ્યું સમન્સ

બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કરણ જોહરને સમન્સ મોકલ્યું છે.

મળતી માહિતી મુજબ NCB કરણ જોહરને બોલીવુડમાં ફેલાઇ રહેલા ડ્રગ્સના જાળ વિશે મહત્વપૂર્ણ જાણકારી ઇચ્છે છે. આ અગાઉ NCBએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતાં. ભારતી સિંહના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત થયો હતો. આ બાબતે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંન્નેએ ગાંજાનું સેવન કરવાની વાત સ્વીકારી છે. ભારતી સિંહની એનડીપીએસ એક્ટ 1986ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ કેસમાં NCBએ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપડાની પૂછપરછ કરી છે.

આ પહેલાં પણ NCBએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ અર્જુન રામપાલ અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને NCBએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ NCBએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.