કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે ઉંઘની ગોળી ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પરિવારના સભ્યોએ બેંગલુરૂમાં રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. આ અંગે પોલીસ સુત્રોએ જાણકારી આપી છે, તે હવે ખતરામાંથી બહાર છે. રાજ્યના મુખ્યપ્રધાને તેની જાણકારી આપી છે, તે પોતાના સચિવને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઉપરાંત હોસ્પિટલમાં એનઆર સંતોષની સ્થિતિ જાણ્યા બાદ યેદિયુરપ્પાએ તેને લઇને એક નિવેદન પણ જાહેર કર્યુ છે, જેમાં તેમણે કહ્યું કે, તે એનઆર સંતોષના પરિવારજનો સાથે વાતચીત કરશે, તેની પાછળનું કારણ તેમને ખબર નથી, હાલ તેમની સ્થિતિ સ્થિર છે તેમજ ચિંતાની કોઇ વાત નથી.
યેદિયુરપ્પાએ કહ્યું કે, તે જ્યારે સંતોષને મળ્યા ત્યારે તે ઘણો ખુશ હતો. શુક્રવાર સવારે તેમણે તેની સાથે 45 મિનિટ સુધી વોક પણ કર્યુ હતું, કાલે પણ તે ઘણો ખુશ હતો, તેમણે ખબર નથી કે, આવુ કેમ થયુ. પોલીસના સુત્રોએ કહ્યું કે, સંતોષ દ્વારા આત્મહત્યાના પ્રયાસોનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી.
નોંધનીય છે કે, આ વર્ષે મેમાં સંતોષને મુખ્યપ્રધાન યેદિયુરપ્પાના રાજકીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના દિગ્ગજ નેતા વિપક્ષ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે તેમણે યેદિયુરપ્પાના અંગત સહાયકના રૂપમાં કામ કર્યુ હતું.