/

સામાન્ય યુવતી બની દબંગ મહિલા IPS , 18 વર્ષમાં 41 વખત ટ્રાન્સફર જાણો કોણ છે આ મહિલા IPS

કર્ણાટકના આઇપીએસ અધિકારીઓમાં ડી રૂપા પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે. ડી રૂપા સોશિયલ મીડિયામાં પર ખૂબ સક્રિય છે. તે અનેકવાર ટવીટસ અને પોસ્ટ દ્વારા વિવિધ મુદ્દાઓ પર અભિપ્રાય આપતા હોય છે. ડી રૂપા હાલમાં કર્ણાટક પોલીસમાં ઇન્સ્પેકટર જનરલ એટલે કે આઇજી તરીકે ફરજ બજાવે છે. કર્ણાટકમાં પ્રાંતમાં હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણની કમાન્ડ સંભાળે છે. પહેલા તે ડીઆઇજીના પદ પર હતાં. ડી રૂપા એક એવા આઇપીએસ અધિકારી છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉમા ભારતીની ૧૦ વર્ષ પહેલાનાં કેસમાં અરેસ્ટ વોરંટ નીકળતા ૨૦૦૪માં કર્ણાટક જવા નીકળયા હતાં. તે સમયે ડી રૂપા ર્ણાટકાનાં ધરવાડના જિલ્લાના પોલીસ અધિક્ષક હતાં.

ડી રૂપાનો ખાર્ખી પ્રત્યેનો પ્રેમ

ડી રૂપાને ખાર્ખી પ્રત્યેનો પ્રેમ એવો હતો કે યુપીએસસીની પરીક્ષામં ૪૩મો ક્રમ મેળવ્યા પછી પણ તેણે આઇપીએસ બનવાનું પસંદ કર્યુ. તે કર્ણાટકની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી છે. ડી રૂપા સારા ભારતનાટયમ ડાન્સર પણ છે. ડી રૂપા વર્ષ ૨૦૦૦ની બેચના આઇપીએસ અધિકારી છે. તેમને આઇપીએસ મુનિષ મૌદગિલ સાથે લગ્ર કર્યા છે. ડી રૂપાની અત્યાર સુધીમાં ૪૧થી વધુુ વખત ટ્રાન્સફર થઇ ગયું છે.તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નજીકનાં શશિકલાને જેલમાં વીવીઆઇપી સુવિધાઓ મળી રહે છે તેવો ધસ્પોસ્ટ રૂપાએ કર્યો હતો. તેનાં આ રિપોર્ટથી ખળભળાટ મચી ગયો હતો. તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જેલના મોટા ગજાના અધિકારીઓ બે કરોડ રૂપિયા લઇને જેલની અંદર શશિકલા માટે રસોડુ બનાવ્યું હતું. સ્ટેમ્પ કૌભાંડમાં દોષિત ઠેરવ્યા બાદ જેલમાં બંધ અબ્દુલ કરીમ તેલગી પણ તેમના અહેવાલમાં બહાર આવ્યા હતાં. કરીમ તેલગી, જેમને વ્હીલચેર માટે એક માણસને મંજુરી આપવામાં આવી હતી. તે જેલમાં ૪ લોકોને માલિશ આપતો હતો. જેને લઇને અવાર-નવાર ડી રૂપાના ધસ્ફોટ રિપોર્ટથી સરકારે તેની આઇપીએસની કારર્કિદીમાં ૪૧ વખત બદલી કરી છે. બાહોસ અને જાંબાઝ ગણાતી આઇપીએસ ડી રૂપા સત્યતા અને નિષ્ઠાપૂર્વ પોતાની ફરજ બજાવે છે. તેને બાળપણથી જ ખાર્ખી વર્દી પહેરવાનો શોખ હતો. તેમણે પુરુષ આઇપીએસ અધિકારી પણ ના કરી શકે તેવા હિંમતવાળા કામો કરી ખોટાની સામે હંમેશા અવાજ ઉપાડતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.