/

Breaking News : મેમ્બરશિપના નામે લાખો રૂપિયા પડાવતી કર્ણાવતી ક્લબ પોતાના મેમ્બરોને પીરસી રહી છે એંઠવાડ

લાખો રૂપિયાની મેમ્બરશિપ અને શુદ્ધ અને તાજું જમવાનું આપવાની વાતો કરતી કર્ણાવતી ક્લબની પોલ ખુલ્લી ગઈ છે. કર્ણાવતી ક્લબના જ એક મેમ્બર ગઈકાલે રસોડાની સફાઈ ચેક કરવા પહોંચ્યા ત્યાં એવા દ્રશ્યો સામે આવ્યા કે જે ચોંકાવી દેનારા હતા.

કર્ણાવતી ક્લબના જે રેસ્ટોરન્ટ રોજના હજારો લોકો અવર જ્વર કરે છે તે રસોડામા ગંદકી જોવા મળી છે મહત્વની વાત તો એ છે કે ક્લબ ના સભ્ય એ જ ક્લબ ની પોલ ખુલ્લી પાડી દીધી છે. ગુસ્સે ભરાયેલા મેમ્બરે રસોડાની ગંદકીનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

મહત્વની વાત છે કે સરકારના પરિપત્ર બાદ કોઈ પણ વ્યક્તિ રેસ્ટોરેન્ટનું રસોડું તપાસી શકે છે ત્યારે લાખો રૂપિયાની મેમ્બરશિપ અને સુવિધાઓની વાતો કરતુ કર્ણાવતી ક્લબ મેમ્બરોનું પણ ધ્યાન રાખી શકતુ નથી. ત્યારે ક્લબના મેનેજમેન્ટ પર અનેક સવાલો થયા છે.

Leave a Reply

Your email address will not be published.