////

પાકિસ્તાનની નવી ચાલ, કરતારપુર સાહિબ ગુરુદ્વારા હવે ISIના કંટ્રોલમાં…

હવે પાકિસ્તાને ફરી એકવાર નવી ચાલ ચલી છે. જેમાં શીખોના પવિત્ર ધર્મસ્થળ કરતારપુર સાહિબને પાકિસ્તાને પોતાના કંટ્રોલમાં લઈ લીધું છે. જેનું મેનેજમેન્ટ એસજીપીસી પાસેથી છીનવીને ઈટીપીબી નામની મુસ્લિમ કમિટીને સોંપી દેવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ કરતારપુર સાહિબ ગુરુદ્વારાની જાળવણીનું કામ પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પાસેથી છીનવી લઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સોંપી દેવાયું છે. આ યુનિટમાં કુલ 9 લોકો સામેલ છે અને તે પાકિસ્તાનના ઈટીપીબી સાથે જોડાયેલી છે. તો ખાસ વાત એ છે કે, ગુરુદ્વારાની જાળવણી માટે બનાવવામાં આવેલા આ યુનિટમાં એક પણ શીખ સભ્ય નથી.

સાથે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઈઓ મો.તારિક ખાનને બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નવા આદેશમાં પ્રોજેક્ટ બિઝનેસ પ્લાનનો પણ ઉલ્લેખ કરાયો છે. એટલે કે ઈમરાન ખાન સરકાર હવે ગુરુદ્વારાથી પણ પૈસા કમાવવાનો જુગાડ કરી રહી છે. ઈટીપીબીને સંપૂર્ણ રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કંટ્રોલ કરે છે.

ત્યારે પાકિસ્તાનના આ નિર્ણયની ભારત સરકારે આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘ભારત કરતારપુર ગુરુદ્વારા પર પાકિસ્તાને લીધેલા નિર્ણયની ટીકા કરે છે. આ નિર્ણયથી શીખ સમુદાયના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. પાકિસ્તાનનો અસલ ચહેરો એકવાર ફરી સામે આવી ગયો છે. જ્યાં તે અલ્પસંખ્યકોના હિતોની વાત કરે છે, કરતારપુરનું મેનેજમેન્ટ શીખ સમુદાય પાસેથી લઈ લેવું એ ખોટો નિર્ણય છે. અમારી માંગણી છે કે, પાકિસ્તાન કરતારપુર સાહિબ માટે લેવાયેલા આ નિર્ણયને તરત પાછો ખેંચે.

Leave a Reply

Your email address will not be published.