//

મનુસ્મૃતિને લઇને પૂછવામાં આવેલા આ પશ્ન પર KBC વિવાદમાં ઘેરાયું

એન્ટરટેઈનમેન્ટની સાથે સાથે કન્ટેસ્ટન્ટના ટેલેન્ટના આધારે પૈસા જીતવા માટે કૌન બનેગા કરોડપતિ મંચ અવસર આપે છે. કેબીસીમાં દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવે છે, કેટલીકવાર આ પ્રશ્નોના કારણે કેબીસી લોકોના નિશાને પણ આવી જાય છે. ત્યારે હાલમાં જ મનુસ્મૃતિથી જોડાયેલા એક પ્રશ્નના કારણે ખળભળાટ મચી ગયો છે. સોશ્યલ મિડીયા પર જ લોકો વિરોધ નથી કરી રહ્યાં પરંતુ શૉ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.

આ પ્રશ્નને લઇને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પહેલા મનુ સ્મૃતિને લઇને પૂછવામાં આવેલા પ્રશ્ન પર ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શૉ પર કમ્યૂનિટ્સનો કબ્જો થઇ ગયો છે. જો કે ઘણા લોકોએ આ પ્રશ્નને લઇને થઇ રહેલા વિરોધને ખોટો ઠરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચને મનુ સ્મૃતિને જોડાયેલો પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં વીડિયો બતાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન હતો કે, 25 સપ્ટેમ્બર 1927ના રોજ ડૉ. બી. આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ ક્યા ધર્મગ્રંથને સળગાવ્યો હતો. વિષ્ણુ પુરાણ, ભગવતગીતા, ઋગવેદ અને મનુસ્મૃતિ આ પ્રશ્નના ઓપ્શન હતા. તેમાં મનુસ્મૃતિ ઓપ્શન સાચો નિકળ્યો હતો.

ત્યારે આ અંગે લોકોનો આરોપ છે કે, ઓપ્શનમાં માત્ર એક જ ધર્મના વિશેષ પુસ્તકોની વાત કરવામાં આવી છે જે ખોટી છે.

Leave a Reply

Your email address will not be published.