હાલ કેડીલાની કોરોના વેક્સિન બીજા તબક્કામાં: 10 કરોડ વેક્સિનની કેપેસિટી ધરાવે છે

ભારતમાં કોરોના વેકિસનના બનાવવામાં આગળ વધી રહેલી ગુજરાતની કેડીલા હેલ્થકેર લીમીટેડની હ્યુમન ટ્રાયલ પસાર થઇ જાય તો આ કંપનીએ વેકિસનના કરોડો ડોઝ બનાવવા માટેની કેપેસીટી મેળવી લીધી છે. રાજ્યમાં અમદાવાદ સ્થિત આ કંપની પોતે 10 કરોડ વેકિસન ઉત્પાદનની કેપેસીટી ધરાવે છે અને વધારે 5થી 7 કરોડ વેકિસનના નિર્માણ માટે તે અન્ય ઉત્પાદક કંપની સાથે હાલ વાતચીત ચલાવી રહી છે.

ત્યારે એક વાર હ્યુમન ટ્રાયલ મંજૂર થઇ ગયા બાદ તૂર્ત જ આ કંપની દ્વારા વેકિસનના મોટા પાયે ઉત્પાદન શરુ કરવાની માટેની પ્રક્રિયા હાથ ધરાશે. કેડીલા હેલ્થકેરના એમડી શર્વિલ પટેલએ જણાવ્યું હતું કે, અમારી પ્રક્રિયા હાલ બીજા તબક્કાની ટ્રાયલમાં છે અને અમે એક વખત ત્રીજા તબક્કાની ટ્રાયલ પુરી કર્યા બાદ વેકિસનનું ઉત્પાદન મોટાપાયે કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ અને જરુર પડે તો અન્ય દેશોમાં પણ આ વેકિસનનું મોટાપાયે ઉત્પાદન થાય તે શક્ય બનાવી શકશું.

કેડીલા હેલ્થ કેર અત્યંત સરળતાથી આગળ વધી રહી છે. સાથે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ પણ બીજા તબક્કાની ટ્રાયલમાં છે. કેડીલા અંદાજે 1000 લોકોના ડેટાના આધારે તેની ટ્રાયલને આગળ વધારશે અને ડીસેમ્બર માસમાં આખરી તબક્કાની ટ્રાયલમાં 30,000 લોકોને સામેલ કરશે. ભારત સરકાર દ્વારા દેશમાં ઉત્પાદિત થતી તમામ વેકિસનના ડીસ્ટ્રીબ્યુશન માટેની યોજના બનાવી છે.

Leave a Reply

Your email address will not be published.