//

કોરોનાને પગલે CM કેજરીવાલ કરી શકે છે કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાત

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થવાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યાને વધારવા માટે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.

મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાત દરમિયાન કેજરીવાલ વધારાના બેડની સાથે સાથે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે અન્ય રાજ્યોનો સહયોગ નક્કી કરવા સહિત અન્ય અનેક પગલાં પર વાતચીત કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7340 કેસ નોંધાયા છે અને 96 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 7117 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

નોંધનીય છે કે કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર દિવાળી બાદ ટ્રાફીકને નિયંત્રિત કરવા અને સામાજિક દૂરી તથા માસ્ક લગાવવાને લઈને કડક વલણ જેવા કોરોના સંબંધીત પગલાં લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.