///

Farmer Protest: હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં કેરલના CM પણ આવ્યા

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન યથાવત છે, ત્યારે કેન્દ્ર સરકાર સતત દેશભરમાં પોઝિટિવ માહોલ બનાવવાના પ્રયાસો કરી રહી છે. ત્યાં ખેડૂત અને તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારને કાનૂનને રદ્દ કરવાની માંગ કરી રહી છે. ત્યારે હવે કેરલના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયાને પણ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. આ અંગે વિજયાને કહ્યું છે કે, કેન્દ્ર સરકારે ત્રણેય કાનૂનોને તરત જ પરત લઈ લેવા જોઈએ. તેમને કહ્યું કે, આ કાયદાઓ ઉદ્યોગપતિઓના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

ખેડૂતો દિલ્હી અને તેની બોર્ડર પર પાછલા ચાર સપ્તાહોથી સતત પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોના આ આંદોલનના સમર્થનમાં કેટલાક વિપક્ષી નેતાઓ પહેલા જ ઉતરી ચૂક્યા છે. તો કેરલના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયાને પણ કૃષિ કાનૂનો પર ચર્ચા માટે વિધાનસભાનો સ્પેશ્યલ સત્ર બોલાવવા માટે રાજ્યપાલ પાસે મંજૂરી માંગી હતી. જેમાં કૃષિ કાનૂનો વિરૂદ્ધ પ્રસ્તાવ પસાર કરાવવાની આશા હતા. પરંતુ રાજ્યપાલ આરિફ ખાને સ્પેશ્યલ વિધાનસભા સત્ર બોલાવવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધું. તે પછી વિજયને નારાજગી વ્યક્ત કરી હતી.

કેરલના સીએમે ખેડૂતોનું સમર્થન કરતાં કહ્યું કે, ખેડૂત દેશનો અન્નદાતા છે અને તેની માંગને જોવી જોઈએ. તેમને આ બાબતે કેન્દ્રની મોદી સરકાર પર હલ્લાબોલ કર્યો છે.

હવે કૃષિ કાનૂનોને લઈને સતત એગ્રેસિવ મોડમાં આવી ચૂકેલી કેન્દ્ર સરકારે તરત જ કેન્દ્ર સરકારને ઘેરવાને લઈને પ્રેસ કોન્ફ્રન્સ કરીને આરોપ લગાવ્યો કે, વામપંથી દળો આ આંદોલનના નામ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. BJP તરફથી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફ્રન્સ કરતાં કહ્યું કે, કેરલમાં લેફ્ટની સરકાર ખેડૂતો પર ઘોર અત્યાચાર કરી રહી છે. ખેડૂતોના પાછળ ઉભા રહીને લેફ્ટ રાજનીતિ કરવાની કોશિશ કરી રહી છે.

સંબિત પાત્રાએ કૃષિ કાયદાનો બચાવ કરતાં કહ્યું કે, મોદીજીએ જે કાનૂન બનાવ્યો છે, તેમાં ત્રણ દિવસની અંદર ખેડૂતોને પેમેન્ટ કરવું પડશે, તે પછી ખેડૂત કોર્ટ જઈ શકે છે. શું કેરલ સરકાર તેના વિરૂદ્ધ છે? કેરલમાં જે કંપનીઓ ખરીદ-વેચાણ કરે છે, તેમનો વર્ષો સુધી પેમેન્ટ પેન્ડીંગ રહે છે. સંબિત પાત્રાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સરકારના પોતાના કાર્યકર્તા ખેડૂતો પાસેથી ખરીદ-વેચાણ કરવા માટે બેસ્યા છે. તેથી તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.