///

કેશુભાઇ પટેલના મોટાભાઈનું નિધન, વડાપ્રધાન મોદીએ પરિવારને પાઠવી સાંત્વના

સ્વ કેશુબાપાના મોટાભાઇ ધરમશીભાઇ પટેલનું અવસાન થયુ છે. આ તકે વડાપ્રધાન મોદીએ કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.

વડાપ્રધાન મોદીએ ગઈકાલે ટ્વિટર પર શોક સંદેશો પાઠવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેશુભાઈ પટેલના ભાઈ ધરમશીભાઈ પટેલનું મોટી વયે નિધન થયું હતું. તાજેતરમાં જ કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના ભાઈનું પણ અવસાન થતા તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલના મોટાભાઈ શ્રી ધરમશીભાઈના અવસાનથી દુ:ખ થયું. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. તેમના દીકરા અશ્વિન સાથે ફોન વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ…

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે 29 ઑક્ટોબરે નિધન થયું હતું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. તે દરમિયાન તેઓનું નિધન થયું હતું.

દરમિયાન 30મી ઑક્ટોબરે રાજ્યની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ ગાંધીનગર ખાતે કેશુબાપાના નિવાસસ્થાને જઈને પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કનોડિયા બંધુઓના નિધનના પગલે તેમના નિવાસસ્થાને જઈ પરિવારને સાંત્વાના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.