///

દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું: વડાપ્રધાન મોદી

આજે સરદાર પટેલની 145મી જન્મજયંતી પર દેશભરમાં એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. સાથે જ અહી તેમણે સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. અહીથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થઈ હતી. તો એક્તા પરેડ બાદ પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં ભારત માતાની જયનું જયઘોષ કરાવ્યું હતુ. આ જયઘોષ નર્મદાની પહાડીઓમાં ગુંજી ઉઠ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે લોખંડી પુરુષની દૂરંદેશીથી ભરેલી વાણીને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરી છે. દેશના રજવાડાને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને તેઓએ હિન્દુસ્તાનને વર્તમાન સ્વરૂપ આપ્યું. બહુ જ ઓછા સમયમાં સરદાર
સરોવર ડેમ સાથે જોડાયેલ આ નિર્માણ નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે.

સમગ્ર દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન છવાઈ જશે. આજે સી પ્લેન સેવા પણ શરૂ થશે. અહી ગાઈડના રૂપમાં આસપાસના ગામની દીકરીઓ જે કોન્ફિડન્સ સાથે તમામ માહિતી આપતી હતી, ત્યારે માથુ ગર્વથી ઉંચુ થઈ જશે. તેઓએ જે મહારત હાંસિલ કરી છે, પોતાનામાં જે પ્રોફશનાલિઝમ જોડ્યું છે, તેના માટે અભિનંદન.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં તમિલ ભાષાના મહાકવિ, સુબ્રમણ્યમ ભારતીએ લખેલી કવિતા વાંચી હતી. પીએમ મોદીને તમિલ ભાષામાં કવિતાનું પઠન કરતા જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ પૂરી કવિતાનું પઠન તમિલ ભાષામાં કર્યું હતું. તેઓએ કવિતાને હિન્દી ભાષામાં વર્ણવતા કહ્યું કે, દૂરના વિસ્તારો વિશે જે વર્ણન કવિએ કર્યું છે તે એટલુ જ પ્રેરક છે. તેઓએ જે ભાવને પ્રકટ કર્યું છે તે તમિલ ભાષામાં કર્યું છે. જોડ નહિ ધરતી પર જિસકા, વહ નાગરાજ હમારા હી હૈ, નદી હમારી હૈ ગંગા, બહેતી હૈ ક્યા કહી ઓર ભી ઐસી કલ કલ ધારા, સન્માનિત જો સફળ વિશ્વમાં, મહિમા જિનકી બહોત રહી હૈ, અમર ગ્રંથ વે સભી હમારે, ઉપનિષદો કા દેશ યહી હૈ, ગાએંગે યશ હમ સબ ઈસકા, યહ હૈ સ્વર્ણિમ દેશ હમારા, ભાગે કોણ જગત હમસે….. ભારતની આ તાકાત આપત્તિ સામે લડવા અને જીતવા શીખવાડે છે, ગત વર્ષે આજના દિવસે એકતા દોડમા સામેલ થયા હતા ત્યારે કોઈએ કલ્પના કરી ન હતી કે, કોરોના જેવી મહામારીનો સામનો કરવો પડશે. પરંતુ આ મહામારી સામે આપણા દેશવાસીઓએ જે રીતે સામૂહિક સામ્યર્થક, ઈચ્છા શક્તિને સાબિત કર્યું તે અભૂતપૂર્વ છે. 130 કરોડ દેશવાસીઓએ એક થઈને એક્તાનો જે મેસેજ આપ્યો, તેમાં 8 મહિનામાં સંકટ સામે લડવા અને જીતવાની તાકાત આપી. કોરોના વોરિયર્સના સન્માન માટે દીવડા પ્રગટાવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતની આ એક્તા બીજાને ખટકે છે, આપણી વિવિધતાને નબળાઈ બનાવવા માંગે છે. તેને આધાર બનાવીને એકબીજા વચ્ચે અંતર બનાવવા માંગે છે. તેને ઓળખો, તેનાથી સતર્ક રહો. પુલવામા હુમલા બાદ કેટલાક લોકો તેમાં પોતાનું રાજનીતિક સ્વાર્થ જોઈ રહ્યા હતા. દેશ ભૂલી શક્તો નથી કે ત્યારે કેવી વાતો કહેવામાં આવી. કેવા નિવેદનો અપાયા. ત્યારે વીર જવાનો સામે જોઈને હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોને સહન કરતો રહ્યો. સર્વોચ્ચ હિત, દેશ હિત.. .આપણે સૌનું વિચારીશું તો આપણી પણ પ્રગતિ થશે.

આજે વિરાટ ભવ્ય વ્યક્તિત્વના ચરણમાં ભારતના નિર્માણના સંકલ્પને દહોરાવીએ, જેનુ સ્વપ્ન સરદાર પટેલે જોયું હતુ. સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બને તેવો સંકલ્પ લઈએ. નતમસ્તક થઈને પ્રતિજ્ઞા લઈએ કે દેશનું ગૌરવ અને માન વધારીશું. આ સંકલ્પ સાથે તમામ દેશવાસીઓને એકતા પર્વની શુભકામનાઓ…

Leave a Reply

Your email address will not be published.