//

સ્મગલિંગ કેસ: NIAને સફળતા, કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસના ફરાર આરોપીની ધરપકડ

કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરાર આરોપી રબિસ હમીદની કોચ્ચિ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. આ કેસમાં રબિસ હમીદની ધરપકડને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. NIAની પૂછપરછ દરમિયાન કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આ આરોપી પાસેથી મહત્વની જાણકારી મળવાની સંભાવના છે.

આ મામલે ઈન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ ઈસ્યૂ થયા બાદ UAE સરકારે રબિસ હમીદને ડિપોર્ટ કરી દીધો હતો. જે બાદ NIAએ આજે હમીદની કોચ્ચિ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે, કેરળ ગોલ્ડ સ્મગલિંગનું કનેક્શન અંડરવર્લ્ડ સાથે સંકળાયેલું છે. NIAને આશંકા છે કે, આ મામલે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો હાથ પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.