LRD વિવાદિત પરિપત્રને લઇ વિવાદ થમવાનો નામ નથી લેતો. અનામત , બિન અનામત તમામ સમાજના આંદોલનકારીઓ રસ્તા પર છે ત્યારે રાજકીય અને સામાજિક નેતાઓ આગળ આવ્યા છે ત્યારે ખોડલ ધામના ટ્રસ્ટીઓ પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને બિન અનામત સમાજના આગેવાનો અને મહિલાઓ સાથે મુલાકાત કરી હતી.

ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવન દિનેશ કુંભાણી સહીત આગેવાનોએ બિન અનામત સમાજની મહિલાઓ સાથે મુલાકાત કરી અને ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી દીકરીઓ ધરણા પર છે.

ખોડલધામ ટ્રસ્ટ એમ કહે છે કે કોઈ ને પણ અન્યાય ન થાય. આ વિવાદનો વહેલા નિકાલ આવે તે જરૂરી છે. જ્યારે જ્યારે આંદોલનકારી અને સરકાર વચ્ચે જરૂર પડે ત્યારે મધ્યસ્થી કરેલ છે. આ વખતે બિન અનામત ના મહિલાનો પ્રશ્ન છે ત્યાં મધ્યસ્થી કરી કોઈને અન્યાય ન થાય તે રીતે કાર્ય કરશે.
Sjo