/

ખેડાના હરીયાડામા ખોડિયાર જંયતીની અનોખી ઉજવણી જુઓ આજે પણ ભરવાડ સમાજે જાળવી પરંપરા

ખોડિયાર જંયતની લઈને દેશ અને દુનીયાભરમા અનોખી ઉજવણી કરવામા આવી. જેમા ખેડાના હરીયાડામા ખોડિયાર જંયતીની ઉજવણી સાત હજાર જેટલા ભરવાડ સમાજના લોકોએ સાથે મળીને કરી હતી. સમસ્ત આજરા ભરવાડ સમાજ કે જેમના કુળદેવી ખોડિયાર માતાજી છે. સાત હજાર લોકોએ સાથે મળીને બે કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી.

આજના સમયમા યુવાધન વેસ્ટન ક્લચર તરફ વળી રહ્યું છે. યુવાધનને પાેતાની હિંદુ સંસ્કુતિનું મહત્વ શું છે તેની ખબર હાેતી નથી. એવામાં ભરવાડ સમાજના યુવાધન સહિતનાં નહક્તોએ પોતાની કલચરનું મહત્વ સમજાવવા તેમજ ભકિતમય બની મા ખોડિયાર ના પ્રાગટ્ય દિવસે સામાજીક ભાઈચારાનો અનોખો સંદેશો પાઠવ્યો હતાે. તેમજ મા ખાેડિયાળની સેવા કરીને અરાધના કરી. 2 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા કરી ધજા આરોહણ કરી અને ઘનશ્યામમુરી બાપુનું સામૈયું કરવામાં આવ્યું હતું.

ભરવાડ સમાજના યુવાઓ અને યુવતીઓ સમાચાર વાલા સાથેની વાતચીતમા જણાવ્યું કે સમય સાથે લોકો આપણા તહેવારને ભુલીને અન્ય દેશમા તહેવારોની ઉજવણી તરફ વળ્યા છે. ત્યારે આપણી સંસ્કુતી જાળવણી રાખવા માટે ખોડિયાર જંયતી જેવા તહેવારો મહત્વના છે તેથી આપણી સંસ્કુતિ જળવાઇ રહે તે માટે આપણા તહેવારાેની ઉજવણી ધામધૂમથી કરીને લાેકાેને સારાે સંદેશાે પાઠવવાે  જોઈએ. તેમજ આપણા ધાર્મિક તહેવારાેને ભુલી ન જવુ જોઈએ. હિંદુ સંસ્કુતનિને માન આપીને આપણા ધાર્મિક તહેવારાેનું મહત્વ આજની યુવા પેઢીને સમજાવવું જોઈએ જેથી આજનું યુવાધન આપણી સંસ્કુતિ  તેમજ આપણા વારસાને સાચવી ધાર્મિક માર્ગ અપનાવે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.