/

કિંગખાન ફરી એકવાર જોવા મળશે ડબલ રોલમાં

બોલિવુડ સ્ટાર તેમજ કિંગખાન ડુપ્લીકેટ અને ડોન બાદ ફરી એકવાર ડબલ રોલમાં જોવા મળશે. સાઉથના ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. જેમાં તે પિતા અને પુત્ર એમ બંનેની ભૂમિકા ભજવે તેવી શક્યતા રહેલી છે.

એટલીની ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મમાં પિતાનું પાત્ર ભજવનાર શાહરૂખ ખાન ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર બનશે, જે પોતાના ગેન્ગસ્ટર દિકરાની ધરપકડ કરવાના મિશન પર હશે, પિતાનું પાત્ર ભજવવા માટે શાહરૂખ ખાન હેવી પ્રોસ્પેટિક મેક-અપ સાથે જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝીરો ફિલ્મ પછી શાહરૂખે કોઇ ફિલ્મ સાઇન કરી ન હતી. જો કે હવે તે એટલીની ફિલ્મ સિવાય પઠાણ અને રાજકુમાર હિરાણીની ફિલ્મમાં પણ જોવા મળે તેવી ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published.