હાર્દિક પટેલ પાટણ જૈલ માંથી છૂટ્યા બાદ ઘરે પરત નથી ફર્યા. ત્યારે અનેકો વખત હાર્દિકના પત્ની કિંજલ પટેલે ટ્વીટ કરીને પણ કહ્યું છે કે હાર્દિક ક્યાં છે તે તેને નથી ખબર. જૈલ માંથી છૂટ્યા બાદ કોઈ પણ જાતનો સંપર્ક નથી. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે સરકાર સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે હાર્દિક અને અમારા પરિવારને સરકાર હેરાન પરેશાન કરી રહી છે. હાર્દિક છેલ્લા ઘણા દિવસ થી અમારા સંપર્ક માં નથી. પોલીસ ઘરે આવી હાર્દિક ક્યાં છે તેમ કહી ઘરમાં ઘુસી તપાસ કરે છે. લોકશાહી માં તમામ લોકોને પોતાનો અવાજ ઉઠવાનો અધિકાર છે. હાર્દિક લોકોનો અવાજ બનતા સરકાર તેને હેરાન કરી રહ્યું છે. પરંતુ અમે અન્યાય સામે લડી લઈશું.
સમાજના આગેવાનોને વિનંતી
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન ચાલતા હતા ત્યારે સમાજના અનેક આગેવાનો મધ્યસ્થી થવા આવ્યા હતા. અનામત આંદોલન પણ જોરશોરથી ચાલતું હતું હાર્દિક અને આંદોલનકારીઓ સરકાર માટે માથાનો દુખાવો બની ગયા ત્યારે પણ આ આંદોલનકારીઓ મધ્યસ્થી બનવા આવ્યા હતા ત્યારે અત્યારે હાર્દિક કાયદાકીય મૂંઝવણમાં છે છેલ્લા કેટલાય દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યો ત્યારે કિંજલે સમાજના આગેવાનોને વિનંતી કરી છે અને કહ્યું કે સરકાર સાથે મધ્યસ્થી બની અને મદદ કરે.