///

કિંજલ પટેલની આગેવાનીમાં પાસના કાર્યકરો આપશે રાજકોટ કલેકટરને આવેદન

પાટીદાર યુવાનેતા હાર્દિક પટેલની વધતી જતી મુશ્કેલીને લઇને રાજકોટ પાસના કાર્યકરો દ્રારા આવતીકાલે સવારે જિલ્લા કલેકટર કચેરીએ તમામ આગેવેવાનો અને પાસના કાર્યકરો સાથે મળી આવેદન પાત્ર આપી રજૂઆત કરશે અને ખોટા કેશો પરત ખેંચવાની માંગ કરશે આવતી કાલે 10:30 કલાકે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ રાજકોટ સહિત પાસ આગેવાન હાર્દિક પટેલના ધર્મ પતિ કિંજલ પટેલ પાસ કન્વીનર જયેશ પટેલ નિખિલ સવાણી,ગીતાબેન પટેલ સહિતના આગેવાનો રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પાઠવશે.

જે પ્રકારે રાજ્યની અંદર આંદોલન સમયે  નિર્દોષ પાટીદાર યુવાન પર થયેલા કેશોની પરત ખેંચવા માટે રજૂઆત સાથે આવેદન આપવામાં આવશે તો જે પ્રકારે દિવસેને દિવસે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપર કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે મામલતદાર અને કલેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે આવતીકાલે રાજકોટની અંદર પણ જિલ્લા કલેકટરને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા નિર્દોષ પાટીદારો ઉપર થયેલા કેસોને પરત કરવા માટે આવેદન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.