યુવાનોને રોજગારીના ફાંફા અને ભાજપના નેતાના પુત્રને 2 લાખની નોકરીમાં સેટલમેન્ટ ?

ભાજપના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે. પત્રમાં કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે પાટણ યુનિવર્સિટીના જુનિયર કારકૂનની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી રહી છે. જેમાં જે ઉમેદવારો પાસ થયા છે તેમને મોબાઈલના માધ્યમથી પરિણામ આપવામાં આવ્યા છે. જો કે યુનિવર્સિટી તેમની વેબસાઇટ પર પરિણામ જાહેર કરે તેવી માંગ કરી છે.

ખળભળાટ તો ત્યારે મચ્યો કે જયારે કિરીટ પટેલે ખુલ્લો આક્ષેપ કર્યો ભાજપના મહામંત્રી કે.સી પટેલના પુત્ર પર કિરીટ પટેલે કહ્યું કે કે.સી પટેલના પુત્રને ગેરકાયદેસર નોકરી મળી છે. જેમાં અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં બે લાખ રૂપિયાના પગાર પર નોકરી આપવામાં આવી છે તેવા આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવને આ પત્ર લખાયો છે. જેમાં એવી પણ ચીમકી ઉચ્ચારાઇ છે કે સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આવતા મંગળવારથી આરોગ્ય સચિવની ઓફિસની બહાર ઉપવાસ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published.