///

farmers protest: ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં, ટીકરી બોર્ડર પર મોલ ઉભો કરી દીધો

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંદોલનના સ્થળ પર જ હવે મોલ પણ બનાવી દેવામાં આવ્યો છે.

કૃષિ કાયદાને લઈને દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર સાથે વિવાદ વધી રહ્યો છે. ત્યારે દિલ્હીની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ખેડૂતો અડગ છે અને એક મહિનાથી આ આંદોલન ચાલી રહ્યો છે. તેવામાં ખેડૂતોનું આંદોલન સારી રીતે ચાલે તે માટે ઘણા બધા સંગઠનો દ્વારા મદદ કરવામાં આવે છે. તેવી ઘણી તસવીરો દેશભરમાં વાયરલ થઈ હતી.

ખેડૂતોના રહેવા અને જમવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે એક સંસ્થા દ્વારા તો હવે કિસાન મોલ શરૂ કરવામાં આવ્યો છે. આ મોલની ખાસ વાત છે કે તેમાં ખેડૂતોને જરૂરી સમાન મળી રહેશે અને તે પણ તદન ફ્રી માં.

બુધવારે જ આ કિસાન મોલ શરૂ કરવામાં આવ્યો છે અને પહેલા જ દિવસે અહિયાં ખેડૂતો પહોંચ્યા હતાં. આ સંસ્થાના ડાયરેક્ટર અમરપ્રીત સિંહે આ મોલ સવારે 9થી 5 સુધી ખુલ્લુ રહેશે અને અહિયાં ટુથબ્રશ, ટુથપેસ્ટ, સાબુ, તેલ શેમ્પૂ, વેસલીન, મફલર, થર્મલ સૂટ, સાલ અને ધાબળા જેવી વસ્તુ આપવામાં આવી રહી છે. આ મોલમાં મળતી બધી જ વસ્તુ ફ્રી માં આપવામાં આવે છે.

નોંધનીય છે કે આ મોલમાં હજુ પણ વસ્તુઓ વધારવામાં આવે તે માટે લોકોની સલાહ લેવામાં આવી રહી છે અને મહિલાો માટે વસ્તુો મંગાવવાની તૈયારી કરવામાં આવી છે. આ સિવાય આ પહેલા વિવિધ સંસ્થાો દ્વારા ખેડૂતો માટે ટોઇલેટ, મસાજના મશીન, રોટલી બનાવવાના મશીન પણ આપવામાં આવ્યા હતાં. જેની તસવીર દેશભરમાં વાયરલ થઈ હતી.

ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 3 નવા કૃષિ કાયદા બનાવવામાં આવ્યા છે. જેનો દેશના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણા બધા ખેડૂતો અત્યારે રસ્તા જામ કરીને બેઠા છે. દિલ્હીની થરથરતી ઠંડીમાં એક મહિનાથી આ આંદોલન કરવામાં આવી રહ્યો છે અને સરકાર સતત વાતચીત માટે આમંત્રણ આપી રહી છે. ગઈકાલે પણ ખેડૂતોને પત્ર લખીને વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતાં. જોકે ખેડૂતો આગામી સમયમાં શું નિર્ણય લેશે તેના પર હજુ સુધી કોઇ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.

Leave a Reply

Your email address will not be published.