
આજે કોંગ્રેસે ગુજરાત કિસાનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં સ્ટેટ મોનિટરીંગમાં મોટો છબરડો હોવાનું બહાર આવ્યુ છે. કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે. જેમાં ભીખાભાઇ જાજડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભીખાભાઇ જાજડીયા કોંગ્રેસથી નારાજ થઇ એનસીબીમાં જોડાઇ ગયા હતાં. ભીખાભાઇ જાજડીયા ભાવનગર કોંગ્રેસનાં સક્રિય કિસાન કાર્યકર હતાં. પરંતુ કોઇપણ કારણોસર ભીખાભાઇ થોડા સમય પહેલા જ કોંગેસને રામ-રામ કરીને એનસીબીમાં જોડાઇ ગયા હતાં. આજે કોંગ્રેસે ગુજરાત કિસાનનું નવુ માળખુ જાહેર કર્યુ છે. જેમાં ભીખાભાઇ જાજડીયાનો સમાવેશ દેખાતા માળખામાં કાં તો ભૂલ છે ? કાં તો માળખુ હાસ્યાપસ્દ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.