જાણો ક્યાં રાજકીય નાપાસ થયેલા નેતાએ પાસ થયેલા અધિકારીને પાપી કહ્યા.

LRD મામલે ભાજપના નેતા ધવલસિંહ ઝાલા મોડા મોડા જાગ્યા છે. ૧૬ મહિના માટેના બનેલા ધારાસભ્ય અને હાલના પુર્વ ધારાસભ્ય જેમને પોતાને રાજકીય સફળતા નથી મળી. પણ તેઓ હવે પ્રર્જાના સેવક અને પરીક્ષાઓમા ઉર્તીણ થયેલા અધિકારીઓને પાપી કહી રહ્યાં છે. ધવલસિંહ ઝાલા પોતાના કામો અને ફાઈલ માટે જ્યારે અધિકારીઓ પાસે જાય ત્યારે આવા અધિકારીઓ સારા લાગે. પણ જ્યારે આંદોલન મામલે નેતાઓ રાજકીય પાપડ સેકી રહ્યા છે. ત્યારે ઝાલાને પણ થયુ એવુ કઈક કરુ તો મારા સમાચાર બને એટલે તેમને અધિકારીઓને જ પાપી કહ્યા.

ભાજપના નેતા ધવલસિંહ ઝાલએ સરકારનાઅધિકારીઓને પાપી કહ્યાં છે. તેમને કહ્યું કે જે અધિકારીઓના કારણે સમાજ સમાજ વચ્ચે વર્ગ-વિગ્રહ વધ્યો છે. તેમજ એ અધિકારીઓએ દિકરીઓને અન્યાય કર્યો છે.તે અધિકારીએ ભુર્ણ હત્યાથી પણ મોટુ પાપ કર્યુ છે. આવા અધિકારીઓ પર ફોજદારી ગુન્હો દાખલ કરવાની ગુલબાંગ ધવલસિંહ ઝાલએ ફેંકી છે

ભાજપના ધારાસભ્યો અવારનવાર સરકારના અઘિકારીઓ પર બળાપો કાઠતા જોવા મળે છે. ત્યારે ભાજપના નેતા અને પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે. LRD ના ચાલી રહેલા વિવાદમા ધવલસિંહ ઝાલાએ લખ્યુ કે જે પ્રકારનો માહોલ ગુજરાતની અંદર ઉપસ્થીત થઈ રહ્યો છે.જેના કારણે પછાત સમાજો અને બિનઅનામત વર્ગના સમાજો વચ્ચે સંધર્ષ ધીમે ધીમે ચરમ સીમાએ વધી રહ્યો છે.

ઓબીસી સમાજની દિકરીઓ બે મહિનાથી પણ વધુ સમયથી ન્યાય માટે ઉપવાસ પર ઉતરી છે. બીજી બાજુ બિનઅનામત સમાજની દિકરીઓ પણ ન્યાય માટે મેદાનમા ઉતરી છે. ત્યારે સીએમને વિંનતી કરી છે. કે કોઈ પણ સમાજની દિકરીઓને અન્યાય ન થાય તેના માટે યોગ્ય નિર્ણય કરવામા આવે.

1 Comment

  1. આ આદોલન જરૂરી હતુ.નહિતર SC,ST,OBC નો એકડો આ 1-8-2018 પરીપત્ થી નકળી જાય

Leave a Reply

Your email address will not be published.