//

ગુજરાતનાં કયાં શહેરમાં રોબોટ ડ્રેનેજની કામગીરી કરશે : જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાત રાજયનું રોબોટથી ડ્રેનેજની સફાઇ કરનારું પ્રથમ રાજય સુરત બનશે. ડ્રેનેજની સફાઇની કામગીરી માટે મજુરોને ઉતારવામાં આવે છે. એવા કેટલાંક કિસ્સાઓ બનયા છે જેમાં ડ્રેનેજની સાફ સફાઇ માટે ડ્રેનેજમાં ઉતરેલા મજુરોનાં ગુંગળામણને કારણે મોત થાય છે. જેથી સુપ્રિમ કોર્ટે ૨૦૦૬માં આદેશ આપ્યો હતો કે ડ્રેનેજનાં મેન હોલમાં મજુરોને ઉતારવામાં આવશે નહીં. જેથી કોર્પોરેશને સીસી કેમેરા સાથે સુપર સકન મશીન, સુપર જેટિંગ મશીન, ગલ્પર મશીન, ગ્રેબ બજેટ જેવી મશીનરીનો ઉપયોગ કરીને ડ્રેનેજની સફાઇની કામગીરી કરાવવામાં આવે છે.

સુરત વિસ્તારમાં ૧૧૪ જેટલા મશીનથી કામગીરી કરવામાં આવે છે. ડ્રેનેજની કામગીરી વધુ સરળ બને તે હેતુથી રોબોટિક કિલનિંગ કન્સેપ્ટ આવી રહ્યો છે. જે સૌપ્રથમ ગુજરાતનાં સુરતમાં શરૃ થશે. મુંબઇમાં રોબોટ મારફતે થતી ડ્રેનેજ સફાઇની કામગીરી જોતા જ સુરત મ્યુનિ. રૃે રોબોટ ખરીદવાનો નિર્ણય કર્યોૅ છે.

અત્યારસુધીમાં ભારતમાં ૧૨ જેટલા શહેરોમાં ડ્રેનેજ સફાઇ માટે રોબોટ છે. આ રોબોટની કિંમત ૪૦ લાખ રૃપિયા છે. સૌપ્રથમ સુરતમાં ૪૦ લાખનો એક રોબોટ ખરીદવામાં આવશે. બાદમાં દરેક ઝોન માટે અલગ-અલગ રોબોટ ખરીદવામાં આવશે

શું હશે ખાસિયત રોબોટમાં ?

૧. રોબોટ ડ્રેનેજનું ઢાંકણુ ખોલવાની કામગીરી કરશે.
૨. ૨૫ ફુટની ઉંચાઇ સુધી જઇને ડ્રેનેજનાં સાફ-સફાઇની કામગીરી કરશે.
૩. રોબોટમાં એક કેમેરો પણ હશે. જેથી તેનો સરળતાથી ઉપયોગ કરી શકાશે.
૪. ગેસ ચેમ્બરમાં વધુ ગેસ હશે તો તેની પણ માહિતી રોબર્ટ આપશે

Leave a Reply

Your email address will not be published.