
લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પ્રોટક્શન માટે પોલીસ કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે હેલ્મેટ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવી રહ્યા છે.સુરતમાં પોલીસ કર્મચારીઓના ફેસની રક્ષા માટે હેલ્મેટ આપવામાં આવશે. પોલીસ કર્મચારીઓ જે પોઈન્ટ પર ડ્યૂટી બજાવે છે તેમના માટે ફેસ પ્રોટકશન ખૂબજ અગત્યનું છે.. પોલીસ કર્મચારીઓના હાથ મો, કાન કે નાક પર અડે નહીં અને કર્મચારીઓને પ્રોટેકશન મળે તે માટે હેલ્મેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોમગાર્ડ, TRB,અને પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટ વિતરણ કરવામાં આવશે.