//

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને શું ભય જાણો

હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસ સામે બાયો ચડાવી લડત લડી રહ્યું છે ત્યારે ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં હાર દેખાતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યસભાની ચૂંટણી કોરોના વાયરસના બહાને  ટાળવા અને મુલતવી રાખવાની રાજુઆત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો નીતિન પટેલે આજે રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવાની રજૂઆત કરતા ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અમિત ચાવડાએ  નીતિન પટેલ ની વાતને આડે હાથે લીધી રાજ્યસભાની ચાર માંથી બે સીટો કોંગ્રેસ બે સીટો પર જીત મેળવી રહી છે તેવા ભયથી નીતિન પટેલ ચૂંટણી પંચને કોરોના વાયરસનું બહાનું ધરી ગેરમાર્ગે દોરી રહ્યા છે કારણ કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી નથી શક્તિ અને સમય મેળવવી અને હોર્સ ટ્રેડિગ કરી કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ખરીદ કરી ચૂંટણી જીતી જશે તેવો ભય નીતિન પટેલને હોવાથી ચૂંટણી પંચ ને ગેરમાર્ગે દોરવી રહી છે  ચૂંટણીમાં ક્યાંય લોકો એકઠા થવાના નથી એક પછી એક ધારાસભ્યો મતદાન કરીને નીકળી જશે પરંતુ ભાજપ હાર ભાળી જતા હવે કોરોનાનું બહાનું લાવીને હોર્સ ટ્રેડિંગ કરવાનો સમય માંગી રહી હોવા નો ગુજરાત કોંગ્રેસ  પ્રમુખ અમિત ચાવડા આક્ષેપ કરી રહ્યા છે જોકે હાલ તો ગુજરાતના પાટનગર ગાંધીનગર માં 25મી માર્ચ સુધી લોકડાઉન કરી દેવા ના આદેશ વચ્ચે પણ રાજકારણમાં કોઈ ફર્ક નથી પડ્યો અને રાજકારણીઓ પોતાની સીટો નથી ગુમાવવા માંગતા એટલે અવનવા પેતરા રચી રહ્યા છે ભાજપને કોરોના વાયરસનો ભય સતાવે છે તો કોંગ્રેસ ને ભાજપના હોર્સ ટ્રેડિંગનો ભય છે તેથી ચૂંટણી યોજાશે કે કેમ તે એક સવાલ બની ગયો છે

Leave a Reply

Your email address will not be published.