////

આજે લાભ પાંચમ, જાણો શું છે લાભ પાંચમનું મહત્વ

લાભ પાંચમના દિવસે કોઈ નવા વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. દેશભરમાંથી ગુજરાતમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. દિવાળીના તહેવાર બાદ વેપારીઓ આ દિવસથી દુકાન અને ધંધામાં કામની શરૂઆત કરે છે.

આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખે છે અને વચ્ચે સાથીયો બનાવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનો કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

આ દિવસે વેપારીઓ, ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા ખાતાની શરૂઆત કરે છે. દિવાળી બાદ આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

Leave a Reply

Your email address will not be published.