//

આઠમ-નોમને લઈને લોકો અવઢવમાં, જાણો આઠમ, નોમ અને દશેરાનું મુહૂર્ત

નવલી નવરાત્રિ એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની રહી છે. નવરાત્રિના 9 દિવસ ભારત દેશના જુદા-જુદા રાજ્યોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. જેમાં 9 દિવસે અલગ-અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે.

ત્યારે ચાલુ વર્ષે આઠમ અને નોમની તારીખને લઈને ભક્તોમાં અવઢવ ઉદ્દભવી છે. બે દિવસનો સમય હોવાને કારણે, કોઈ એ સમજી શક્યું નથી કે તેઓએ કયા દિવસે ઉપવાસ કરવો જોઈએ અને કયા દિવસે પૂજા કરવી જોઈએ. આજે 24 ઓક્ટોબરે શનિવારે આઠમ હોવાથી મહાષ્ટમીનો ઉપવાસ રાખવામાં આવશે.

આઠમ, નોમ અને દશેરાનો જાણો મુહૂર્ત
આઠમનું મુહૂર્ત-
24 ઓક્ટોબર, શનિવારે 7.01 મિનિટ વાગ્યા સુધી. આઠમની તિથિ શનિવારે જ ઉજવવામાં આવશે.
નોમનું મુહૂર્ત- આઠમ 24 ઓક્ટોબરના રોજ સમાપ્ત થતાંની સાથે જ નોમ શરૂ થશે, જે 25 ઓક્ટોબરે 7.44 મિનિટ સુધી ચાલશે. ઉદય તારીખ પ્રમાણે 25 ઓક્ટોબરે નવમીની પૂજા કરવામાં આવશે.
દશેરાનું મુહૂર્ત – દશેરા તિથિ 25 ઓક્ટોબરના રોજ 11 વાગ્યા પછી મનાવવામાં આવશે અને આ દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

જ્યારે કેટલાક વખત મુહૂર્ત રાજ્ય અને પ્રદેશ પ્રમાણે વિશેષ હોય છે, એટલે કે, લોકો પોત-પોતાના પ્રદેશમાં પ્રચલિત મુહૂર્ત પ્રમાણે પૂજા કરતા હોય છે. આ પરિસ્થિતિમાં, પૂજારી અથવા ઘરની આજુબાજુ સ્થિત કોઈ મંદિરના પૂજારીની સલાહ લઈ ઉપવાસ અને કન્યા પૂજાની તારીખ નક્કી કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.