/

લોકડાઉનને પગલે અન્ન પુરવઠા નિગમના એમડી અને સીએમના સચિવની પત્રકાર પરિષદ જાણોસરકારનો એક્સન પ્લાન

રાજ્યમાં લોક ડાઉનની સ્થિતિમાં જીવન આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાની વિગતો અને અન્ય મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને અન્ન નાગરિક પુરવઠા નિગમના એમ.ડી મોહમ્મદ શાહિદે માહિતી આપતા જણાવ્યું રાજ્યમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહશે.

• દરરોજ 2 વખત મેડિકલ બુલેટિન બહાર પડાશે
• મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દરરોજ મળશે બેઠક
• એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહેશે
• આજે મુખ્યમંત્રીએ હોમ કોરન્ટાઇલ લોકો સાથે વાત કરી છે
• ધોરણ 1 થી 9 અને 11 માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે
• તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે
• જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ
• રાજ્યની સરકારી કચેરીઓના વિભાગો અનિવાર્ય ન હોય તો બંધ રખાશે.
• જેની વિગત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અપાશે.
• દૂધનો નિયમિત પૂરવઠો છે.
• શાકભાજી માર્કેટ કાર્યરત છે.
• પાલિકા અને મહાનગર પાલિકામાં આવશ્યક સેવાઓ ન હોય તો તે વિભાગો બંધ રહેશે.
• કચેરી પણ બંધ રહેશે.
• લોકોએ સંગ્રહ કરવાની જરૂર નથી.
• ગભરાવાની જરૂર નથી.
• સરકાર તમામ મોરચે કાર્યરત છે

Leave a Reply

Your email address will not be published.