/

જાણો મૌલાનાને મનાવવા અમિત શાહે ઘડ્યો હતો આ પ્લાન

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને ભીડથી ખાલી કરાવવી સરકાર માટે ખૂબ મુશ્કેલ બની હતી. સરકારના આદેશ અને પોલીસની ચેતવણી બાદ પણ ઝમાત પોતાની જીદ પર અડિખમ હતી. ઝમાતના લોકો જીદ એટલી હદ સુધી હતી કે અડધી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમને મનાવવા ગયા હતા. મસ્જિદના મૌલાનાએ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વ્રારા કરવામાં આવેલ આગ્રહનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. અંતે ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આગ્રહ કર્યો હતો કે તે ઝમાતને મસ્જિદ ખાલી કરાવવા મનાવે. એક અહેવાલ મુજબ ગૃહમંત્રીના આગ્રહ પર ડોભાલ 28- 29 તારીખે રાત્રે લગભગ 2વાગ્યે મરકઝ પર ગયા હતા. ગૃહમંત્રાલયના સૂત્રો અનુસાર ડોભાલે મસ્જિદના મૌલાનાને સમજાવ્યા હતા. સાથેજ ત્યાં હાજર લોકોના કોરોના ટેસ્ટ કરવાની સાથે કોરન્ટાઈન કરવાની પણ વાત કરી હતી. અમિત શાહ અને ડોભાલને તબલીગી ઝમાતને લઈને ઉભી થયેલી સ્થિતિને લઈને ગંભીરતા હતી. ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સીઓએ કરીમનગરમાં ઈન્ડોનેશિયાના 9 કોરોના પીડિત લોકોની ઓળખ પણ કરી હતી

Leave a Reply

Your email address will not be published.