જાણો વૃદ્ધને ક્યાં મળ્યો મૈત્રી કરારનો કરુણ અંજામ

રાજકોટમાં મૈત્રી કરારમાં કરૂણ અંત આવ્યો છે. ધ્રોલનાં જાવીયા ગામનાં વૃદ્ધે રાજકોટની ત્યક્તા સાથે મૈત્રી કરાર કર્યો હતો. જોકે અંગત પળનાં ત્યક્તાનાં મળતીયાઓએ વિડીયો અને ફોટા લઇને બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. વૃદ્ધે બ્લેકમેઇલિંગ થી છુટકારો મેળવવા માટે 26 થી 28 લાખ રૂપીયા અને 5 લાખનાં ચેક લખી આપ્યા હોવા છતાં પણ માનસિક ત્રાસ ચાલું રહ્યો હતો. જેથી વૃદ્ધે કંટેળીને ત્યક્તાનાં ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જૂઓ કેવો આવ્યો મૈત્રી કરારનો કરૂણ અંજામ વાંચો આગળ.

મૈત્રી કરારનો કરૂણ અંજામ

‘એ મને ઝેર પાઇ દીધું છે, બોલાતું નથી…’….આ છેલ્લા શબ્દો હતા ધ્રોલનાં જાવીયા ગામનાં વતની ધનજી રામજી કાસીયાણીનાં નામનાં 65 વર્ષિય વૃદ્ધનાં. રાજકોટનાં જામનગર રોડ પર આવેલ એસ.આર.પી કેમ્પ નજીક રત્નમ પ્રાઇડ રેસિડેન્સીમાં રહેતી જીજ્ઞાશા ઉર્ફે જાગુ સવજી કુંડારીયાનાં ફ્લેટમાં શનિવારે મૃતક ધનજી કાસીયાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુની સાથે મૃતક ધનજી કાસીયાણીએ બે વર્ષ પહેલા મૈત્રી કરાર કર્યો હતો. ત્યારબાદ જીજ્ઞાશા ઉર્ફે જાગુ તેનો સાગ્રીત ચતુર ઉર્ફે બાબુ શિયાળ અને હરજીવન ઉર્ફે હરી અઘેરાએ મળીને ત્યક્તાનાં વૃદ્ધ સાથેની અંગતપળના ફોટા અને વિડીયો ઉતારીને બ્લેકમેઇલીંગ શરૂ કર્યું હતું. આરોપીઓએ મૃતક પાસે થી 26 થી 28 લાખ રૂપીયા, પાંચ લાખનો ચેક અને ફોર વ્હિલ કાર પડાવી લીધી હોવાની ઓડીયો ક્લીપ સામે આવી છે. મૃતક ધનજી કાસીયાણીએ તેનાં પ્રિન્સિપાલ કાકા શાંતિલાલ સાથે આપઘાત કરતા પહેલા ફોન છેલ્લી વાત કરી હતી. જેમાં તેને આ તમામ શખ્સો બ્લેકમેઇલીંગ કરતા હોવાનું અને જંગી રકમ પડાવી લીધી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ઓડીયો ક્લીપ આધારે ફરીયાદ નોંધી આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુ કુંડારીયા, હરજીવન ઉર્ફે હરી અઘેરા અને ચતુર ઉર્ફે બાબુ શિયાળની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુ અને મૃતક ધનજી કાસીયાણી છેલ્લા બે વર્ષ થી મૈત્રીકરારમાં રહેતા હતા. આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુ અને ગેંગે મૃતક પાસે 5 લાખ રૂપીયાની માંગણી કરી હતી. જેથી મૃતકે તેનાં પુત્રને વાડીએ બોલાવીને પાંચ લાખ આપીને છુટકારો મેળવવાની પણ વાત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દોઢ વર્ષ પહેલા આરોપી જીજ્ઞાશાએ મૃતકનાં ઘરે જઇને રૂપીયાની માંગણી કરતા પરિવારને મૈત્રીકરાર થયો હોવાની જાણ થઇ હતી. એટલું જ નહિં આરોપીએ અગાઉ જાવીયા ગામનાં જ નવલ નામનાં યુવાનને ફસાવ્યો હોવાનો પણ ઓડીયો ક્લીપની વાતચીતમાં સાંભળવા મળ્યું છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ તો પોલીસે ત્યકતા અને તેની ટોળકીને મરવા મજબુર કરવાનો ગુનો નોંધી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતું અવાર નવાર મૈત્રી કરારમાં આ પ્રકારે બ્લેકમેઇલીંગ અને હનીટ્રેપ જેવી ઘટનાઓ સામે આવે છે…ત્યારે આ ગેંગે આ પ્રકારે કેટલા લોકોને બ્લેકમેઇલીંગ કરી રૂપીયા પડાવ્યા છે તે સહિતની દીશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.