/

માવઠાએ માજા મુક્કી જાણો ફરી ક્યાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિમ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હેઠળ ૧૧ માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં જયારે ૧૨ માર્ચે બનાસકાંઠા ઉપંરાત અમદાવાદ અને ગાંધીનગર દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી શકયતાઓ અને વાતાવરણ સૂકુ રહે તેવી આગાહી કરી હતી. જેથી આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએપ સાઇકલોનિગ સર્કયુલેશન સિસ્ટમ સર્કિય થવાથી જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડયા છે.

જેનાં કારણે શહેરના રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેથી ખેડુતોમાં વ્યાપક ચિંતા વધી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ર્ટન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએપ સાઇકલોનિક સકર્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઇ છે. ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ ગુજરાત રાજયમાં આગામી બે દિવસ વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published.