//

જાણો આ કયો દેશ છે જ્યાં ફક્ત કોરોના વાયરસનો નામ લેવાથી થાય છે જેલ

કોરોના વાઇરસ સમગ્ર વિશ્વ માટે કહેર બન્યો છે.. તો વિશ્વના 180 દેશ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એટલુંજ નહી કોરોનાએ હજારો લોકોના જીવનો ભોગ પણ લીધો છે પરંતુ એક દેશ એવો છે કે જ્યાં કોરોના વાઇરસ બોલવા ઉપર પ્રતિબંધ છે અને બોલનારને જેલમાં ધકેલી દેવામાં આવે છે. મધ્ય એશિયામાં આવેલા તુર્કમેનિસ્તાન નામના દેશમાં આવો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દેશ અફઘાનિસ્તાન અને ઈરાનનો પડોશી દેશ છે. આ દેશમાં જાહેરાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ વાતચીત માટે અથવા કોઈ અન્ય રીતે આ શબ્દનો ઉપયોગ કરશે તો તેની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાડોશી દેશ ઈરાનમાં આ રોગ ફેલાયો હોવા છતાં તુર્કમેનિસ્તાનમાં હજી સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના ચેપનો એક પણ કેસ સામે આવ્યો નથી. ‘કોરોનાવાયરસ’ શબ્દનો ઉપયોગ કરી કંઈપણ લખવા માટે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, ત્યાંની સરકારે પોલીસને આદેશ આપ્યો છે કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.