/

કોરોના વાઇરસને લઇ કિર્તીદાન ગઢવીએ સાંઈરામ દવેના શબ્દમાં બનાવી કાઠ્યાવાડી હૂંડી

કોરોના વાઇરસના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. દિવસે અને દિવસે કોરોના વાઈરસના પૉઝિટિવ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો સાથોસાથ મૃત્યુઆંક પણ પડે પડે વધી રહ્યો છે. ત્યારે કોરોના વાઇરસના કારણે ગુજરાત તેમજ ભારતીયોમાં જાગૃતતા આવે તે માટે જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ કોરોના વાઈરસને લઈ ગીત રજુ કર્યું છે. ત્યારે કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવેલ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

ત્યારે કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસને લઈ જ્યારે સરકાર જન જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. ત્યારે એક કલાકાર તરીકે મારી પણ ફરજ બને છે કે હું કોરોના વાયરસ અંગે ગીત દ્વારા જનજાગૃતિ લાવું. મહત્વની વાત છે આ હોડીમાં શબ્દો સાંઈરામ દવેના છે અને અવાજ કિર્તીદાન ગઢવીનો છે ત્યારે હાલ આ હૂંડી સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

કોરોના વાયરસના કારણે પોતાની કેન્સલ થયેલ અમેરિકા ની ટુર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જો હું અમેરિકાના પ્રવાસે ગયો હોત તો આ પ્રકારનું કોરોના વાઈરસને લઈ જે ગીત બનાવ્યું છે તે ન બનાવી શક્યો હોત. તો સાથે જ હાલ ટુર કેન્સલ થવાના કારણે હું મારા પરિવારને પૂરતો સમય આપી રહ્યો છું. મારા પુત્ર રાગ સાથે હું શક્ય હોય તેટલી વધુ મસ્તી કરી રહ્યો છું. ત્યારે હું મારા પરિવારને જે સમય આપી રહ્યો છું તેનાથી મારો પરિવાર પણ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.