//

કચ્છ એક ડઝન રાષ્ટ્રીય પક્ષી મોરના મોત !!!

કચ્છના અબડાસા તાલુકાના મોટી વમોટી ગામે એકસાથે ૧૨ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના સામે આવતા પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી ઝેરી ઘઉં ખાધા બાદ મોરના ટપોટપ મોત થયા હતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના સમાચાર સાંભળીને આરએફઓ સહિતની ટીમ મોટી વમોટી પોહચી હતી. જ્યાં સુધી વન વિભાગની ટીમ ત્યાં પોહચે તે પૂર્વે ૧૨ જેટલા મોરના પ્રાણપંખેરું ઉડી ગયા હતા, અને અન્ય ૧૦ જેટલા મોરની સારવાર કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા

જેરી ઘઉં ખાવાના કારણે મોરના મોત નીપજ્યા હતા મોરનું પોસ્ટ મોર્ટમ કરતા તેમના પેટમાંથી ઘઉં મળી આવ્યા હતા, અને મોરે દવા છાંટેલા ઘઉં ખાધા હોવાથી ૧૨ મોરના મોત થયા હોવાનું સતાવાર સાધનોએ જણાવ્યું છે આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે વઘુ તપાસ માટે FSL મા મોકલવામા આવ્યા છે તેવું કચ્છ પશ્ચિમ વન વિભાગના S.C.F વાયએ કુરેશીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.