//

કેન્દ્રીય ગૃહપ્રધાનની કચ્છ મુલાકાત: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ અનોખા શૈક્ષણિક મોડેલનું કર્યું પ્રદર્શન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છ અને ધોરડોની મુલાકાત લીધી હતી. તેમણે કચ્છ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીએ ટ્રી જેવા અનોખા શૈક્ષણિક મોડેલનું પ્રદર્શન કર્યુ હતું. અમિત શાહની સીમાંત વિકાસોત્સવ-2020 કાર્યક્રમ માટેની મુલાકાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તેમના દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ, કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓનું પણ પ્રદર્શન કર્યું હતું. દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા પહોંચાડવા યુનિવર્સિટી દ્વારા ટ્રી શૈક્ષણિક મોડેલ હેઠળ તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ભારતની સુરક્ષા અને પોલિસિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે યોગદાન આપવા યુનિવર્સિટીની દસ સ્કૂલો દ્વારા જુદાં-જુદા પ્રકારના પ્રયાસો સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં જ ઉત્કૃષ્ટ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ રાઇઝને લોન્ચ કરવામાં આવ્યું હતુ. રાઇઝ સુરક્ષા દળોમાં જોડાવવાની ઇચ્છા ધરાવતા યુવા વર્ગ તતા દેશના વિવિધ ભાગોમાં ફરજ બજાવતા આપણા પ્રતિબદ્ધ સી.એ.પી.એફ અને પોલીસ કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણના માધ્યમથી ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરશે.

તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટીની સુરક્ષાના ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા ઇનોવેશન માટે ઉદ્યમ યુવક શક્તિને એક સશક્ત મંચ પૂરું પાડે છે. જેમા સ્વદેશી રીતે વિકસિત કરેલા ડ્રોન દેશના નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે ડિજિટલ આરોગ્ય સાધનો વગેરે જેવા પ્રોજેક્ટ વિકસિત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.