//

અમારા ઉપર ભરોસો રાખો: કુંવરજી બાવળીયા :

લોલીપોપ નહીં લેખિતમાં આપો: આંદોલન કારી, વિવાદીત એલઆરડી પરિપત્ર મુદ્દે સરકાર પરિપત્રમાં ફેરફાર કરવા અંગે જણાવી આંદોલન સમેટવાની તૈયારી બતાવી હતી. પરંતુ પરિપત્રમાં ફેરફાર કેવા હશે તેની ચોકકસ માહિતી આપી નથી. જુના પરિપત્રમાં ફેરફાર કેટલા સમયમાં થશે તેની પણ સમયમર્યાદા કે લેખિક જાણકારી ભાજપ સરકારે આપી નથી. જેથી સત્યાગ્રહ છાવણીમાં પહોંચેલા મંત્રીઓને આંદોલન કરતી વિધાર્થીનીઓએ નવા પરિપત્ર અંગે લેખિતમાં લખાણ આપવા માટે માંગ કરી હતી. તેમજ ઠરાવમાં શું સુધારા સરકાર કરશે તેની સ્પષટતા માંગી હતી. સરકારના આ વલણથી આંદોલનકારીઓ આજ સુધી ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરતા હતાં. 

સરકારને ઢંઢોરવાના અનેક પ્રયાસો બાદ સરકાર આજે જાગી છે હવે જોવાનું એ છે કે સરકાર લોલીપોપ આંદોલન બંધ કરાવી રહી છે કે હકીકતમાં પરિપત્ર સુધારશે. રૃાવા અનેક સવાલો વચ્ચે હાલતો આંદોલનની છાવરણીઓ ધમધમી રહી છે અને આંદોલનો ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.