
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી માલધારી સમાજનું આંદોલન ચાલે છે જેમાં માલધારી સમાજના આંદોલનકારીઓએ અનજળનો ત્યાગ કર્યો હતો જેમાં આજે ચાર જેટલા લોકોની તબિયત લથડી હતી જેને સારવાર રાવટી નજીક જ રાખવામાં આવ્યા છે માલધારી સમાજની આજે સરકાર સાથે વિગત દર્શકકાર્ડ અને L.R.D. ભરતી પ્રક્રિયા મામલાની મિટિંગ છે જે મિટિં માં ઉકેલ નહીં આવે અને ન્યાય નહીં મળે.
તો માલધારી સમાજ મોત મીઠું કરવા મજબુર થશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.આજે માલધારી સમાજના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓની L.R.D. મામલે મિટિંગ છે તે મિટિંગમાં યોગ્ય ન્યાય મળશે તો જ પારણા કરીશું તેવું આગેવાનોએ જણાવેલ હતું આંદોલન દરમિયાન કેટલાક લોકોએ અન્નજળનો ત્યાગ કર્યો હતો જેમાં આજે ચાર લોકોની તબિયત લથડી છે જેને લઇને માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.