///

ફરી L.R.D.નું ભૂત ધુણ્યું માલધારી સમાજે સરકાર ને આપી આખરી ચેતવણી !!

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં  છેલ્લા બે માસ કરતા વધુ સમયથી માલધારી સમાજનું  L.R.D. ભરતી અને વિગત દર્શક કાર્ડ મુદ્દે આંદોલનનો ચાલી રહ્યું છે જે આંદોલન હવે દિવસે દિવસે ઉગ્ર બનવાની માલધારી સમાજ ચીમકી ઉચ્ચારી રહ્યું છે માલધારી સમાજના આગેવાન અને સક્રિય કાર્યકર મેરૂ માલધારીએ આજે સરકારને આખરી અને છેવટની આપી ચીમકીકે આવતીકાલે સરકાર શ્રી બેઠકમાં નિર્ણય નહીં આવે તો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

માલધારી સમાજ રસ્તા પર ઉતરી દેખાવો કરશે સરકાર સાથેની બેઠકમાં નિર્ણય નહીં આવેતો ગાંધીનગર ખાતે એક લાખ માલધારીઓ થશે એકઠા થશે અને આંદોલનને ઉગ્ર બનવવામાં આવશે માલધારી આગેવાન મેરુ માલધારીએ ચીમકી ઉચ્ચારતા ફરી L.R.D. વિવાદ વધે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે સરકારે ટ્રમ્પ ની ગુજરાત મુલાકત દરમિયાન આંદોલન સમેટાવી લીધા હતા ને આશ્વાસન પણ આપ્યા હતા પરંતુ પોરબંદરમાં આ L.R.D.વિવાદ હજુ યથાવત છે અને હજુ પણ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે

Leave a Reply

Your email address will not be published.