આમ તો પ્રજાના રક્ષક ઘણી વખત વિવાદમાં આવતા હોય છે અને પોલીસ અધિકારીઓ પર હુમલા પણ થયા છે પણ આ વખતે બનાવ કૈંક એવો બન્યો છે કે તમે જાણી ચોકી જશો. વાત છે પાકિસ્તાનની પાકિસ્તાનના પંજાબમાં SSP મુફાખાર અદિલ સહિત તેમના બે મિત્રોનું થોડા દિવસો પહેલા અજાણ્યા શંકાસ્પદ લોકોએ અપહરણ કર્યું, જેમાં પૂર્વ સહાયક એટર્ની જનરલ શાહબાઝ અહમદ ટાટલા પણ શામેલ છે. પંજાબના IGP શોએબ દસ્તગીરે અપહરણ કરેલા મિત્રોની તપાસના આદેશ આપ્યા, તો વધુ તપાસ માટે જોહર ટાઉન અને નસીરાબાદ પોલીસે અલગ-અલગ કેસ નોંધ્યા છે.
નસીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR મુજબ તાટલા ફેબ્રુઆરીમાં ગુલબર્ગ સ્થિત તેની ઓફિથી નીકળ્યા હતા પણ પાછા ફર્યા નથી, આ સાથે જ પોલીસે 10 ફેબ્રુઆરીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ ઘટના સાથે જ જાણ થઈ કે SSP પણ ગુમ છે, તોમની પત્નીએ જોહર ટાઉન પોલીસ સ્ટેશનમાં SSPના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો.
સૂત્રો મુજબ મુફાખાર છેલ્લા બે દિવસથી કોઈ ગુપ્ત તપાસમાં વ્યસ્ત હતો, સાથે જ બંને શખ્સોના સેલફોન પણ બંધ હતા, આ ઘટના પર DGIનું કહેવું છે કે તેમની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે SSP મુફાખાર અને ટાટલા મિત્રો હતા અને નરોવાલના રહેવાસી હતા. બન્ને જણા પાર્ટામાં મોટાભાગે સાથે જતા હતા, અદિલ 2008માં પોલીસમાં જોડાયો હતો અને તેણે લાહોર અને અન્ય શહેરોમાં ફરજ બજાવી છે.