////

લખીમપુર ખીરી હિંસા કેસઃ મેરેથોન પૂછપરછ બાદ મંત્રી આશિષ મિશ્રાની ધરપકડ, કઈ કલમો લગાવાઈ?

આશરે 12 કલાક સુધી આશિષની પુછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

લખીમપુર ખીરી હિંસા: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. મેરેથોન પૂછપરછ બાદ છેવટે હાઈપ્રોફાઈલ નેતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસા થઈ તેના સાતમા દિવસે આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.

આશરે 12 કલાક સુધી આશિષની પુછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મેજીસ્ટ્રેટ સમક્ષ પણ નિવેદનની નોંધ લેવામાં આવી હતી. DIG ઉપેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આશિષ મિશ્રા તપાસમાં સહયોગ કરી રહ્યો નથી. કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા નથી.

બીજી બાજુ તેને મેડિકલ ટેસ્ટ માટે લખીમપુર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. આ માટે તેને લેવા ઈમર્જન્સિ મેડિકલ ઓફિસર ડો.અખિલેશ કુમાર ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. મેડિકલ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. ત્યારબાદ તેને રિમાન્ડ પર લઈ જવામાં આવી શકે છે.

આ અગાઉ તે ક્રાઈમ બ્રાંચ સામે હાજર થયો હતો. તેને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં સવારે 11 વાગે બોલાવવામાં આવ્યો હતો, પણ તે 10:36 વાગે પહોંચ્યો હતો. રૂમાલ વડે તેણે પોતાનું મોઢુ છૂપાવ્યું હતું. પોલીસ તેને ક્રાઈમ બ્રાંચ પાછળના દરવાજાથી અંદર લઈ ગઈ હતી.

આશિષ મિશ્રા પર કઇ કઇ કલમો લાગી?

પોલીસે આશિષ મિશ્રા ઉર્ફે મોનુની ધરપકડ કર્યાની જાણકારી આપતા જણાવ્યુ કે, આશિષ ઘટના અંગેની સાચી જાણકારી આપતો ન હતો. આ સાથે તે તપાસમાં પણ સહયોગ આપતા ન હતા.આશરે 12 કલાક સુધી આશિષની પૂછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

12 કલાકની પુછપરછમાં 14 વખત ચા-નાસ્તો મોકલવામાં આવ્યો
12 કલાકની પુછપરછમાં 14 વખત ચા-નાસ્તો મોકલવામાં આવ્યો પૂછપરછ સમયે 14 વખત ચા અને નાસ્તો અંદર ગયો હતો. આશિષ મિશ્રા સાથે તેના વકીલ અવધેશ સિંહ અને મંત્રી અજય મિશ્રા ટેનીના પ્રતિનિધિ અરવિંદ સિંહ સંજય તથા ભાજપના સદર ધારાસભ્ય યોગેશ વર્મા પણ અંદર ઉપસ્થિત રહ્યા હતા. પૂછપરછમાં 10 સોગંદનામા તથા એક પેન ડ્રાઈવ સાથે બે મોબાઈલ રજૂ કરવામાં આવ્યા.તેનાથી SITને સંતોષ થયો ન હતો. આ સાથે એવી પણ માહિતી મળી છે કે SITને 13 વીડિયો પણ આપવામાં આવ્યા છે. તેની પણ તપાસ ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે.

8 લોકોએ જીવ ગુમાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, લખીમપુર હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે તમામ મૃતક ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય મૃતકના પરિવારના સભ્યને પણ સરકારી નોકરી આપવામાં આવશે.

શુ છે મામલો?
ઉલ્લેખનીય છે કેઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાના સમર્થકો અને ખેડૂતો વચ્ચે થયેલા સંઘર્ષમાં કુલ આઠ લોકોનાં મોત થયા હતા. આ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

મૃતકોના પરિવારને 45-45 લાખનું વળતર
લખીમપુર વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડની બેઠક બાદ સહમતિ સધાઈ ગઈ હતી. ત્યારબાદ લાશોને રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વિરોધ ખતમ કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની મંજૂરી આપી હતી. વહીવટીતંત્રએ ખેડૂતોની તમામ માંગોને માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર, ઘાયલોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની આઠ દિવસમાં મામલાની તપાસ કરી દોષિતોની ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.