/

લલિત કગથરાએ જયપુર રિસોર્ટ માંથી વિડિઓ જાહેર કરી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો

રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરદાર તોડફોડ ચાલી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પડધરી ટંકારાના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાએ આજે એક વિડીયોથી પોતાના મતદારોને સંદેશો આપ્યો હતો કે ભાજપે મને ઘણી લોભ લાલચ આપી રૂપિયાની ઓફર કરી મંત્રીની ઓફર કરી પરંતુ મારા પડધરી ટંકારા વિસ્તારના મતદારોએ મારી પર વિશ્વાસ મૂકીને મને પોતાના પ્રાણ પ્રશ્નોની જવાબદારી સોંપી એ હું ઈમાનદારી પૂર્વક નિભાવીશ અને ક્યારેય નહિ વેચાવ અને ભાજપ ની કોઈ લોભ લાલચ માં નહિ પડું હું જ્યાં સુધી ધારાસભ્ય છું ત્યાં સુધી પ્રજા ના પ્રશ્નો અને ખેડૂતો ના હક્ક માટે સરકાર સામે લડતો રહીશ આવો વિડીયો સોસીયલ મીડિયામાં વહેતો કરી પ્રજાજનોના દિલ જીતી લીધા હતા જોકે લલિત કગથરા પાટીદાર આંદોલન સમયથી કોંગ્રેસ સાથે છે દરેક વખતે ભાજપ સામે બાયો ચડાવી વિરોધ કરે છે ત્યારે કેટલાક લોકો એ અફવા ફેલાવી હતી કે લલિત કગથરા ભાજપમાં જવાના છે તેથી આજે લલિત કગથરાએ વિડીયો થી ખુલાસા કરી પ્રજાના કામો માટે ધારાસભ્યો બન્યો હોવાનો વિશ્વાસ વિસ્તારના મતદારોને આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.