///

UP: પિતાએ પાણીપૂરીમાં બેહોશીની દવા આપી, હોટેલ લઈ જઈને રેપ કરાવ્યો- પીડિતાનું નિવેદન

સગીરાના કહેવા પ્રમાણે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે એક વખત તેના પિતાએ તેને બહાર ફરવા લઈ જવાના બહાને મોબાઈલમાં પોર્ન વીડિયો દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાએ પોતાના સગા બાપ તથા સપા-બસપાના નેતાઓ પર અનેક વર્ષથી સતત દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વાત બહાર આવ્યા બાદ જિલ્લામાં સન્નાટો વ્યાપ્યો છે. પોલીસે તમામ લોકો વિરૂદ્ધ બળાત્કાર, ષડયંત્ર રચવા સહિતની અન્ય કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

કેસ દાખલ થયા બાદ આરોપી એવા સપાના જિલ્લાધ્યક્ષ તિલક યાદવે પોતાની જાતને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવી છે. આ સાથે જ તેમણે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરી છે. તેમના કહેવા પ્રમાણે જો નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો તેઓ ચાર રસ્તા પર જાહેરમાં આત્મહત્યા કરી લેશે અને એ માટે જિલ્લા પ્રશાસન જવાબદાર ગણાશે.

11મા ધોરણમાં ભણતી સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી તેના પિતા તેનું શારીરિક શોષણ કરાવી રહ્યા છે. તેના પિતાએ સપા જિલ્લાધ્યક્ષ તિલક યાદવ પાસે નિર્દયતાથી બળાત્કાર કરાવ્યો હતો અને એટલું જ નહીં, તિલક યાદવના 3 નાના ભાઈઓએ પણ બળાત્કાર કર્યો હતો. સગીરાના કહેવા પ્રમાણે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે એક વખત તેના પિતાએ તેને બહાર ફરવા લઈ જવાના બહાને મોબાઈલમાં પોર્ન વીડિયો દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે વિરોધ કર્યો તો તેના પિતા ખૂબ જ વઢ્યા હતા. બીજા દિવસે તેના પિતા તેના માટે નવા કપડા લાવ્યા હતા અને બાઈક શીખવવાના બહાને રાતે ખેતરમાં લઈ જઈને તેના સાથે બળાત્કાર કર્યો હતો. સાથે જ જો આ અંગે તેની માતાને જાણ કરશે તો તેની માતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ તેના પિતાએ વારંવાર તેને પોતાની હવસનો ભોગ બનાવી હતી અને એક વખત પાણીપૂરીમાં બેહોશીની દવા ભેળવીને હોટેલ લઈ જઈને એક વ્યક્તિ પાસે બળાત્કાર કરાવ્યો હતો. ત્યાર બાદ તેને સતત અનેક લોકો પાસે મોકલવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 3 અજ્ઞાત અને 25 નામજોગ લોકો વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધીને કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.