///

BSFની અટારી બોર્ડર પર મોટી કાર્યવાહી, 2ને ઠાર માર્યા

અટારી બોર્ડર પર BSFએ બુધવારે રાતે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર માર્યા છે. બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. આ તકે BSFએ સર્ચ અભિયાન ચલાવ્યું છે.

મળતી માહિતી મુજબ અમૃતસરની અટારી સરહદ નજીક ગત રાત્રે ધુમ્મસની આડમાં બે ઘૂસણખોરો વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરતા હતાં. ત્યારે જ BSF એ ચેતવણી આપી હતી. ચેતવણી બાદ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ કાર્યવાહીમાં બંને ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઠાર થયા હતાં.

આ ઘટના બાદ આજે ગુરુવારે સવારે BSFના ટોંચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી છે. મળતી માહિતી મુજબ બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીની કોશિશ તેજ થઈ છે. BSF તરફથી માર્યા ગયેલા બંને ઘૂસણખોરો અંગે આગામી કલાકોમાં એક પત્રકાર પરિષદ યોજાશે.

Leave a Reply

Your email address will not be published.