/

કમોસમી વરસાદે ખેડૂતોની બગાડી હોળી

રાજયમાં આ વર્ષે ૧૫૦ ટકાથી વધારે પ્રમાણમાં અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે તેમજ હોળીના તહેવાર ટાણે દિવસોથી પણ રાજયમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સરકારે પણ આ વર્ષે વધુ વરસાદ આવ્યો તેમજ પાણીની તકલીફ નો સામનો નહીં કરવો પડે તેવું જણાવ્યુ હતું. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ વધુ વરસાદ આવ્યો હોવા છતાં પણ ખાલી છે. જેને લઇને ખેડુતોએ વિરોધ નોંધાવ્યો છે. દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ કે જે ખેડુતોની જીવાદોરી સમાન છે. તે ખાલી જોવા મળે છે. સાની ડેમ કાંઠા પર ખેડુતોએ હોળી કરી વિરોધ નોંધાવી ગુસ્સો હૈયાવરાણ ઠાલવી હતી. ખેડુતોએ સરકારની નબળી કામગીરી, ઢીલીનીતિ, બેદરકારી અણધડ વહીવટ અને ગોકળગાય ગતિએ ચાલતી સરકારની પ્રકિયાનો વિરોધ કર્યો છે. આ વિરોધ કરી ગુજરાત કિસાન કોંગ્રેસે હોળી કરી સરકારની ઝાટકણી કાઢવાનો તેમજ સૂતેલી સરકારને ઢંઢોડવા માટે નવતર પ્રયોગ કર્યો હતો. સાની સિંચાઇ યોજના ૧૧૦ ગામો ૩ નગરપાલિકાને પીવાનું પાણી અને હજારો હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેથી ૧૧૦ ગામો માટે જીવાદોરી સમાન આ ડેમ ખાલી છે.

જેની સરકારને પડી નથી. ગ્રામજનોને ઉનાળો શરૃ થયો પણ નથી તેના પહેલાજ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી વધુ વરસાદ તેમજ પૂરતા પાણીના સરકારના દાવાની નરી વાસ્તાવિકતા ખાલી ડેમ જોતા સામે આવે છે. આજે હોળીના તહેવાર પર સાની ડેમ પર હોળી કરી વિરોધ કરવામાં આવ્યો છે.  છે તેમજ હોળીના તહેવાર ટાણે દિવસોથી પણ રાજયમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સરકારે પણ આ વર્ષે વધુ વરસાદ આવ્યો તેમજ પાણીની તકલીફ નો સામનો નહીં કરવો પડે તેવું જણાવ્યુ હતું. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ વધુ વરસાદ આવ્યો હોવા છતાં પણ ખાલી છે. જેને લઇને ખેડુતોએ વિરોધ નોંધાવ્યો છે.દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ કે જે ખેડુતોની જીવાદોરી સમાન છે. તે ખાલી જોવા મળે છે. સાની ડેમ કાંઠા પર ખેડુતોએ હોળી કરી વિરોધ નોંધાવી ગુસ્સો હૈયાવરાણ ઠાલવી હતી. ખેડુતોએ સરકારની નબળી કામગીરી, ઢીલીનીતિ, બેદરકારી અણધડ વહીવટ અને ગોકળગાય ગતિએ ચાલતી સરકારની પ્રકિયાનો વિરોધ કર્યો છે.

આ વિરોધ કરી ગુજરાત કિસાન કોંગ્રેસે હોળી કરી સરકારની ઝાટકણી કાઢવાનો તેમજ સૂતેલી સરકારને ઢંઢોડવા માટે નવતર પ્રયોગ કર્યો હતો. સાની સિંચાઇ યોજના ૧૧૦ ગામો ૩ નગરપાલિકાને પીવાનું પાણી અને હજારો હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે છે. જેથી ૧૧૦ ગામો માટે જીવાદોરી સમાન આ ડેમ ખાલી છે. જેની સરકારને પડી નથી. ગ્રામજનોને ઉનાળો શરૃ થયો પણ નથી તેના પહેલાજ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી વધુ વરસાદ તેમજ પૂરતા પાણીના સરકારના દાવાની નરી વાસ્તાવિકતા ખાલી ડેમ જોતા સામે આવે છે. આજે હોળીના તહેવાર પર સાની ડેમ પર હોળી કરી વિરોધ કરવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published.