/

ગુજરાતમાં એકબાજુ કોરોનાનો કહેર તો બીજુ બાજુ કમોસમી વરસાદ : રોગચાળો વધવાની ચિંતાજનક પરિસ્થિતિ

કોરોનાના કહેરને વચ્ચે કમોસમી વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત હવામાન વિભાગે ૨૫મી માર્ચે વરસાદની આગાહી કરી હતી. પરંતુ ગઇકાલથી જ રાજકોટના ગોંડલ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. એક તરફ કોરોના વાયરસે ગુજરાતમાં પગ પેસારો કરી દીધો છે. અને બીજી બાજુ જો કમોસમી વરસાદ પડશે તો ગુજરાતમાં રોગચાળો વધી જવાની શકયતાઓ રહેલી છે. રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોમટા, ચરખડી, વોરાકોટડા સહિતના ગામમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
રાજયના હવામાન વિભાગે ૨૫મી માર્ચના થન્ડર સ્ટોર્મ એકટીવિટીના કારણે વરસાદની સંભાવનાઓ વ્યકત કરતા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, ૨૫મી માર્ચે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ આવે તેવી શકયતાઓ છે.

Leave a Reply

Your email address will not be published.