
ભાજપના નેતાઓ કોંગ્રેસના ધારા સભ્યોને જાહેરમાં ભાજપમાં જોડવાની ઘણી ઓફરો કરવામાં આવી છે. આજે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના ધારા સભ્યોને ઑફર કરતા રાજનૈતિક પાર્ટીઓમાં ગરમાવો આવ્યો છે. થોડા દિવસો પહેલા જ કોગ્રેસએ નીતિન પટેલને પોતાના 25 ધારા સભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવાની ખુલ્લી ઓફર વિધાનસભાના સત્રમાં જાહેરમાં કરી હતી. જેથી નીતિન પટેલ આજે વિધાન સભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપનો ખેશ પહેરવાની ઓફર કરી હતી. આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજાના ધારાસભ્યોને જાહેરમાં ઓફરો કરી રહ્યા છે. નિટીનપટેલેએ વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ખુલ્લી ઓફર કરી હોરીમાં કેસરિયા રંગે રંગાવાનું જણાવ્યું હતુ. જો કે થોડા દિવસ પહેલા વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારા સભ્યોને ભાજપમાં જોડાવવા માટે ઓફર કરી હતી. બાદ માં કોંગ્રેસ તેમની પાર્ટીમાં આવવાનું જણાવ્યું હતું.