////////

કેશુબાપાના નિધનથી PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું, ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

2020નું વર્ષ દેશ માટે સૌથી ખરાબ વર્ષ છે તેવુ કહેવામાં ખોચુ નથી. કારણ કે આ વર્ષે દેશએ ઘણા લોકોને ગુમાવ્યા છે. જેની ખોટ ક્યારેય નહી પુરાય. ત્યારે આ વચ્ચે પૂર્વ મુખ્યપ્રધાાન કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થતા ગુજરાતના રાજકીય ક્ષેત્રને મોટી ખોટ પડી છે.

કેશુબાપાના નિધનથી સંઘની વિચારસરણીવાળા રાજકારણના એક યુગનો અંત થયો છે. તેઓના નિધન બાદ એક બાદ એક રાજકીય નેતાઓ દ્વારા કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. PM મોદી સહિતના નેતાઓએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મહત્વનું છે કે આજે ગુરૂવારે બપોરે 3 કલાકે મંત્રી મંડળની બેઠક યોજાશે. જેમાં તેઓને રાજકીય સન્માન સાથે તેઓના અંતિમ સંસ્કાર કરાશે. ગાંધીનગરમાં આજે સાંજે 5 કલાકે તેઓની અંતિમ વિધિ થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસથી તેમની તબિયતમાં સુધાર આવતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આજે એકાએક તેમની તબિયત લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને કેટલાક દિવસો પહેલા કોરોના પણ થયો હતો. બાદમાં કેટલાક દિવસથી તેઓને ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, કેશુબાપાના નિધન બાદ એક બાદ એક રાજકીય નેતાઓ ટ્વિટ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

Leave a Reply

Your email address will not be published.